Search This Blog

Wednesday, 26 February 2014

ચાળણો


ઝાડ ની ડાળીઓ ચાળે છે આકાશ,
અને નીચે પડે છે
સોનેરી ટપકાઓ અને
વાવે છે
ધરતી ના પેટાળમાં સપના
અને
શિલ્પે છે
ધરતી પર સુવાળી ઈચ્છાઓ
આકાશને ચાળતા
ઘસાઈ ગયેલા
પર્ણો
ધરતી પર તૈયાર
કરે છે પાથરણું
સૂરજના
સોના ને એકઠો કરવા. 

No comments:

Post a Comment